ગાંધીધામમાં કંડલા હાઇવે પર પ્લાસ્ટિકના રોલથી ભરેલી ટ્રકનું ટાયર ફાટતાં આગ સળગી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ગાંધીધામમાં કંડલા હાઇવે પર પ્લાસ્ટિકના રોલથી ભરેલી ટ્રકનું ટાયર ફાટતાં ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ સવારે ગાંધીધામથી હિમાચલ પ્રદેશ જઈ રહેલી ટ્રકનું ટાયર ડાબાની નજીક ફાટતાં તેમાં આગ સળગી ઉઠી હતી. આગની જ્વાળાઓ ખૂબ જ ઝડપથી વધવા લાગી હતી. ત્યારે ડ્રાઈવરે ટ્રકને રસ્તાની નજીક ઊભી રાખી અને જાણ બચાવવા છલાંગ લગાવી હતી. આ બનાવમાં પાણીના ટેન્કરની મદદથી આ આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ટ્રકમાં રાખેલ સામાન બળીને ભશ્મ થયો હતો.