દાહોદમાં આઇપીએલ મેચ પર સટ્ટો રમાડતા બે આરોપીઓ પકડાયા

દાહોદમાં મુંબઇ ઇન્ડિયા વચ્ચે તેમજ સનરાઇઝ હૈદ્રાબાદ વચ્ચે રમાતી આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટાબેટીંગનો મોટા પાયે હારજીતનો જુગાર દાહોદ સીંગલ ફળીયામાં આવેલા એક રહેણાંક મકાનમાં રમાતો હોવાની બાતમી દાહોદ એલસીબી પોલીસને તેઓએ દાહોદ કસ્બા, કલાલ ઝાપા, પટડી ચોકમાં રહેતા એઝાઝખાન ઇનામખાન પઠાણ તથા કસ્બા જુના વણકરવાસમાં રહેતા સાહીદ સત્તારભાઇ પઠાણને ઝડપી પાડયા હતા. જયારે કસ્બા ઇમાનદાર ગલીમાં રહેતા જુબેર કાસમ બજારીયા, પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૃપિયા ૩૪,૭૧૦નો મુદ્દામાલ પકડી પાડી જપ્ત કર્યો હતો.આ સંબંધે દાહોદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ગુનો દાખલ કરી આગળની તપાસ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *