ભાવનગર : એક્ટિવાની ડેકીમાંથી તસ્કરી કરનાર ત્રણ ઇસમોને બોરતળાવ પોલીસે પકડ્યા : મુદામાલ કબ્જે

ભાવનગર : એક્ટિવાની ડેકીમાંથી તસ્કરી કરનાર ત્રણ ઇસમોને બોરતળાવ પોલીસે પકડી પાડીને ચોરાઉ મુદામાલ કબ્જે કર્યો છે બોરતળાવ પોલીસ સ્ટેશના પો.ઈન્સ કે.એમ.રાવલ અને ડી.સ્ટાફના જી.એ.કોઠારીયા, ડી.કે.ચૌહાણ, હિતેશભાઈ મકવાણા, ભીખુભાઈ બુકેરા, હિરેનભાઈ મહેતા, સતારભાઈ સૈયદ, નિલમબેન વિરડીયા વગેરે પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તાર તસ્કરીના અન ડીટેક્ટ ગુનાના ઇસમોની તપાસમાં હતા.આ દરમ્યાન પો.કો ભીખુભાઈ બુકેરા અને હિરેનભાઈ મહેતાને સંયુક્ત બાતમી મળેલ કે, ત્રણ શખ્સો અક્ષરપાર્ક વાદીલાના નાળા નજીક મુદામાલનો ભાગ પાડવા લાલ કલરની એકસીસ ગાડી સાથે બેઠેલ છે.બાતમીવાળી જગ્યાએ સદર વર્ણનવાળા શખ્સો મળી આવતા જેના નામ ઠામ પુછતા ઈમરાનભાઈ ઉર્ફે પાન કાદરભાઈ હારથી (ઉવ. ૩૨), વાસીફભાઈ ઉર્ફે વાસુ કાદરભાઈ બકીલી (ઉવ. ૩૨), રુસ્તમભાઈ યાસીનભાઈ ખલીફા (ઉવ. ૩૩) ત્રણેય રહે. મેમણ જમાત ખાના સામે, કોઠીના ઝાડ પાસે, રુવાપરીરોડ, ભાવનગર હોવાનું જણાવેલ. જેઓ ત્રણેય પાસેથી એકટીવાની ડેકીમાંથી તસ્કરીમાં ગયેલ રોકડા રૂપિયા ૫,૦૦0 ટાઈટન કંપનીની લેડીઝ ઘડીયાલ, તથા રિઅલમી કંપનીનો મોબાઈલ ફોન મળી આવતા જે અંગે ત્રણેયને પોલીસની ભાષામાં પુછપરછ કરતા ભાંગી પડેલ અને કબુલાત કરેલ કે, વિકટોરીયાપાર્ક નજીકથી એક એકટીવાની ડેકીમાંથી તસ્કરી કરેલ હોવાનું જણાવેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *