ગાંધીધામમાં જુગાર રમતા પાંચ ખેલી ઝડપાયા

ગાંધીધામ શહેરના એફસીઆઈ કોલોની ઝુપડા વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ જુગાર રમવાના આરોપસર શ્યામ તોતારામ મોહનીયા (રહે. ગાંધીધામ), નરેન્દ્ર ધનજી ચૌહાણ (રહે. ગળપાદર), દિપ સત્યભૂષણ ગુપ્તા (રહે. ભારતનગર), પ્રમોદ ગોપાલરાય (રહે. ગળપાદર), રહીમ હાજી રાયમા (રહે. ખોડિયારનગર, ગાંધીધામ)ને એ ડિવિઝન પોલીસે રોકડા રૂ.૧પ,૦૮૦ તથા પાંચ મોબાઈલ સહિત રૂ.ર૩,૦૮૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *