ક્રાઇમ બ્રાંચે કાલાવડ રસ્તા પરથી ૨૨ હજારનો દારૂ ભરેલી રિક્ષા ઝડપી : ૩ શખ્સો ઝડપાયા

રાજકોટ ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. રાજેશભાઇ બાળા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી કાલાવડ રોડ જિનીયસ સ્કૂલ નજીક રામેશ્વર પાર્ટી પ્લોટ પાસેના કાચા રસ્તા પાસેથી સંદિપ ઉર્ફ સેન્ડી રમેશભાઇ ખેર (ઉ.૨તથા સિકંદર ઉર્ફ સિકલો રસુલભાઇ કુરેશી (ઉ.૨૫-વામ્બે આવાસ યોજના બ્લોક નં. ૨૮, મોકાજી સર્કલ) તથા હેમંત ઉર્ફ દિલો પ્રેમજીભાઇ દાફડા (ઉ.૩૩-રહે. આંબેડકરનગર-૨)ને સીએનજી રિક્ષા જીજે ૭ વીવી ૨૦૪૦માં રૂ. ૪૦ હજારના ૬૦ બોટલ દારૂ સાથે પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા અને ત્રણેય બાતમી મેળવનાર કર્મચારી તથા સાથેના સામતભાઇ ગઢવી, અભીજીતસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. ડાયાભાઇ, વિરદેવસિંહ, ઇન્દ્રજીતસિંહ ગોહિલ સહિતે ઝડપી લીધા હતાં. પોલીસે કુલ રૂ. ૬૩ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દારૂનો જથ્થો ભરત માધવજીભાઇ વારસુરનો હોવાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *