ગાંધીધામમાં ઓનલાઈન સટ્ટો રમતો બુકી એલસીબીના હાથે પકડાયો

ગાંધીધામ શહેરના શિવાજી પાર્કની બાજુમાં કેબીન નજીક ઓનલાઈન આઈપીએલ ક્રિકેટ પર સટ્ટો રમાડતા ઈસમને એલસીબીએ પકડી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે એલસીબીની ટીમે ઓનલાઈન સટ્ટો રમાડતા જગદીશ રસીકલાલ ઠક્કર રહે. ભુજને મોબાઈલ સાથે પકડી પાડયો હતો. તેના મોબાઈલની તપાસ કરતા પોતાના મોબાઈલ ફોનમાં ત્રણ અલગ- અલગ સોફટવેર એક્ટિવેટ કરી આઈપીએલની કિંગ્સ ઈલેવન પંજાબ તથા કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે ચાલતી ર૦ ટવેન્ટી મેચ પર રનફેરનો સટ્ટો રમતો હતો. વીવીઆઈપી બેટ તથા સ્પોર્ટસ સ્કેચ -૯ સોફટવેરમાં ૮ હજારનો સોદો નાખ્યો હતો. જયારે ગેલેકેસી એક્ષ-૯ સોફટવેરમાં ૩૦ હજારનો સોદો નાખ્યો હતો આરોપી પાસેથી પાંચ હજારનો મોબાઈલ જપ્ત કરી એ ડિવીઝન પોલીસ સ્ટેશને જુગારધારા કલમ હેઠળ ફોજદારી નોંધાવી હોવાનું પીએસઓ વિજયભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *