ગાંધીધામ-વિરાણીમાંથી દારૂ સાથે બે શંકુનીઓ ઝડપાયા

ભુજ : ગાંધીધામ તથા નખત્રાણા તાલુકાના વિરાણી ગામેથી બે શંકુને પોલીસે દારૂ સાથે પકડી લીધા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગાંધીધામના ખોડિયાર નગરમાં રહેતા સલીમ ઓસમાણ રાયમાને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ટ્રાન્સપોર્ટનગરમાંથી એક્ટિવા સાથે ઝડપી પાડયો હતો. તેના પાસેથી એક બોટલ દારૂ મળી આવતા એક્ટિવા મોબાઈલ સહિત ૩પ,૩પ૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા દરમ્યાન તૈયબ ઓસમાણ રાયમા અને જુણસ હુસેન પારા હાજર ન મળતા ત્રણેય સામે ગુનો નોંધ્યો હતો. બીજી તરફ મુળ નખત્રાણા તાલુકાના મોટી અરલ ગામના હાલે વિરાણી રહેતા કલુભા ચનુભા જાડેજાને પોલીસે દારૂની એક બોટલ કિંમત રૂ.૩પ૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *