રાજકોટ સીટીના તાલુકા પો.સ્ટે.ના એટ્રોસિટીના ગુનામાં નાસતા ફરતા આરોપીને (પાંન્થ્રો) વર્માનગર ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ,પશ્ચિમ-કચ્છ ભુજ

બોર્ડર રેંન્જ આઇ.જી.પી.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પેરોલ, ફર્લો,વચગાળા જામીન ફરારી,જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્કોડના અધિકારી તથા કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સાથેના પો.હેડ કોન્સ ધર્મેન્દ્ર રાવલ તથા કનકસિંહ ગોહિલનાઓને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,
રાજકોટ સીટી પો.સ્ટે.ફસ્ટ પાર્ટ ગુ.ર.નં.૧૩૧૪/૨૦૨૪ આઇ.પી.સી કલમ ૫૦૪,૫૦૭ તથા એટ્રોસિટી એકટ ની કલમ ૩(૧)(આર)(એસ),૩(૨)(૫-એ) મુજબના ગુના કામે ધરપકડથી બચવા નાસતો ફરતો આરોપી જુવાનસિંહ ઉર્ફે વિજય મોહનસિંહ રાઠોડ ઉ.વ.-૨૫ ધંધો-ખેતી રહે.ગામ- કોરિયાણી તા.લખપતવાળો હાલે-પાંધ્રો(વર્માનગર) ખાતે હાજર છે તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત આધારે સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જઇ મજકુરને હસ્તગત કરી ઉપરોકત ગુના કામે ખાત્રી કરતા નાસતો ફરતો હોઇ મજકુરને ઉપરોક્ત ગુના કામે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) (આઇ) મુજબ અટક કરી નારાયણ સરોવર પો.સ્ટે. ખાતે સુપ્રત કરવામા આવેલ છે તેમજ રાજકોટ સીટી તાલુકા પો. સ્ટે. જાણ કરવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઈન્સ્પેકટર જે.કે.બારીયા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. રુદ્રસિંહ જાડેજા તથા, હરિલાલ બારોટ તથા પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્ર રાવલ તથા કનકસિંહ ગોહિલ તથા વિમલભાઈ ગોડેશ્વર નાઓ જોડાયેલ હતા.