અંકલેશ્વર : ૫૦૦ કવાટર્સમાંથી ૮ શખ્સોને પકડી રૂ.૧૩.૭૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરતી ભરૂચ LCB

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના ૫૦૦ ક્વાટર્સમાંથી ચાલતા જુગારધામ પર દરોડો પાડી ૮ શખ્સોને રૂ.૧૩.૭૭ લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના ૫૦૦ ક્વાટર્સમાંથી ચાલતા જુગારધામ પર દરોડો પાડી ૮ શખ્સોને પકડાયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે જી.આઈ.ડી.સીમા આવેલ ૫૦૦ ક્વાટર્સ સ્થિત આર.સી.એલના મકાન નંબર-૪૮માં મોટાપાયે જુગાર રમાઈ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા રમેશભાઈ મણીલાલભાઈ પટેલ, સુનીલ ગુલાબસિંગ ચૌહાણ, જયદીપસિહ દિલીપસિંહ યાદવ, ભરતભાઈ બળવંતભાઈ યાદવ સહીત આઠ શખ્સોને પકડી પાડી તેઓ પાસેથી રૂ.૬૮,૭૫૦ રોકડ અને ૧૧ ફોન તેમજ ૬ વાહનો મળી કુલ ૧૩.૭૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલા બધા જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *