સુરતમાં બાઈકચાલક યુવકને ગળામાં પતંગની દોરી ફસાતા ગળું કપાયું

copy image

copy image

સુરતમાં બાઈકચાલક યુવકને ગળામાં પતંગની દોરી ફસાતા ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉત્તરાયણ પર્વના એક પૂર્વે વધુ એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાઈ ગયું છે. સુરતના ઉધના દરવાજાતી પાંડેસરા બાઈક પર જતાં આ યુવાનને ગળામાં પતંગની દોરી ફસાતા ગળું કપાઈ ગયું છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ યુવાન પોતાની માતાને બાઈક ઉપર બેસાડીને જઈ રહ્યો હતો. તે સમયે પતંગની કાતિલ દોરી ગાળામાં ફસાતાં ગળું કપાયું હતું. આ યુવાન સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં આ યુવકે ગળામાં ટાંકા આવ્યા હોવાનું સામે આવ્યું છે.