અમદાવાદની સેન્ટ્રો હોટલમાંથી દારૂની મહેફીલ માણતા ૧૪ શખ્સો પકડાયા : ૬ બોટલ દારૂ સાથે ૭ વાહનો કબ્જે

અમદાવાદ : અમદાવાદના નરોડા વિસ્તારમાં સેન્ટ્રો હોટલમાંથી ૧૪ શખ્સોને પોલીસે દારૂની મહેફીલ માણતા પકડી લીધા છે. રેડ દરમિયાન પોલીસ ૬ બોટલ દારૂ અને ૭ વાહનો જપ્ત કર્યા હતા. આ દારૂની મહેફીલ બર્થ-ડેની પાર્ટી આપવા માટે યોજાઇ હતી. પોલીસે બધા ૧૪ શખ્સો વિરૂધ્ધ કાયદેસરની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા બધા ૧૪ લોકો વેપારીઓ છે અને કોઇનાં બર્થ-ડેની ઉજવણી સબબ આ પાર્ટી યોજી હતી પરંતુ પોલીસે પાર્ટીમાં રેડ પાડી પ્યાસીઓના રંગમાં ભંગ પડતા વેપારીઓ રેડથી ભયંભીત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *