ઓનલાઇન નાણાકીય છેતરપીંડીમાં ગયેલ પુરેપુરી રકમ રૂ.૧,૧૯,૪૪૧/- ફ્રીઝ કરાવી કોર્ટ ઓર્ડર મેળવી અરજદારને પરત અપાવતી સાયબર ક્રાઇમ સેલ(એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ ભુજ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા સાયબર ક્રાઇમના ગુન્હા અટકાવવા તથા શોધવા અંગેની સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.
જે અનુસંધાને શ્રી વિકાસ સુંડા સાહેબનાઓએ સાયબર ક્રાઇમ સેલ(એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ-ભુજની ટીમને KYC અપડેટ ફોડ, લોન-લોટરી ફ્રોડ, અનઓથોરાઇઝેડ ટ્રાન્ઝેકશન ફ્રોડ, જોબ ફ્રોડ, શોપીંગ ફ્રોડ, આર્મીના નામે OLX/ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં હંમેશા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા સુચના આપેલ.
જે અન્વયે સાયબર સેલની ટીમ દ્વારા અરજદારશ્રી મોહનભાઇ રહે. ભુજવાળા સાથે થયેલ ફ્રોડની પુરેપુરી રકમ રૂ.૧,૧૯,૪૪૧/- પરત અપાવી સરાહનીય કામગીરી કરેલ. આ કામની હકીકત એવી છે કે, અરજદારશ્રીને ટ્રાન્સપોર્ટનો બીઝનેશ હોય તેમની ટ્રકના ડ્રાઇવરને એક અજાણ્યા નંબરથી ફોન આવેલ અને સામાવાળાએ જણાવેલ કે, અમો ભુજ આર્મી કેમ્પમાંથી વાત કરીએ છીએ અને અમારી વતનમાં બદલી થયેલ હોય અમારે ઘર સામાન ભરવાનો છે જેના માટે એડવાન્સ પેમેન્ટ ગાડીના માલીકના ખાતામાં રૂપિયા મોકલવા માટે જણાવેલ અને બાદમાં સામાવાળાએ અરજદરશ્રીને એક QR કોડ મોકલી તે સ્કેન કરી OTP નાખવા જણાવતા અરજદારશ્રી સામાવાળાના કહેવા મુજબ પ્રોસેસ કરતા અરજદારશ્રીના ખાતામાંથી કુલ્લ રૂ.૧,૧૯,૪૪૧/- ઉપાડી લીધેલ અને સામાવાળાએ અરજદારનો સંપર્ક બંધ કરી દેતા અરજદારને પોતાની સાથે ફ્રોડ થયાનુ જણાઇ આવતા તેઓએ તુરંત જ સાયબર સેલ (એલ.સી.બી.) પશ્વિમ કચ્છ-ભુજનો સંપર્ક કરતાં સાયબર સેલ (એલ.સી.બી.) દ્રારા આ બનાવમાં ભોગબનનારને તાત્કાલીક મદદરૂપ થઇ ટેકનીકલ રીસોર્સના આધારે તથા બેન્કો સાથે પત્રવ્યવહાર કરી અરજદારશ્રીની ગયેલ પુરેપુરી રકમ રૂ.૧,૧૯,૪૪૧/- અરજદારશ્રીના ખાતામાં પરત અપાવેલ
સાયબર ક્રાઈમથી બચવા માટેના સૂચનો
“Google/Facebook” ઉપરથી મેળવેલ કોઇ પણ કસ્ટમર કેરના નંબર ઉપર ભરોશો કરવો નહી.
કસ્ટમર કેર નંબર ઓફીસીયલ વેબસાઇટ ઉપરથી જ લેવો તેમજ આવા ફોન નંબર પર વાત કરતા સમયે કોઇ પણ પ્રકારની બેંકની માહીતી, OTP, CVV, ગુપ્ત પીન વગેરે આપવુ નહી કે કોઇ પણ પ્રકારની એપ્લીકેશન મોબાઇલમા ઇન્સ્ટોલ કરવા કહે તો કરવી નહી.
- અજાણી લિન્ક પર ક્લિક કરવાનુ ટાળવુ તેમજ અજાણ્યા વિડિયો કોલને સ્વિકારશો નહી.
- ઓનલાઈન ટ્રેડીગનાં કિસ્સામાં સામેવાળા ગ્રાહક અથવા વ્યપારીને વેરીફાય કર્યા વગર નાણાકીય લેવડ-દેવડ કરવી નહી તથા કોઈ અજાણ્યા QR કોડ ઉપર ક્લિક કરવુ નહી.
- તેમજ આપની જાણ માટે કે UPI પીન ફક્ત ને ફક્ત રૂપીયા ટ્રાન્સફર કરવા માટે એપમા એન્ટર કરવાનો હોઈ છે. રૂપીયા રીસીવ કરવા માટે UPI પીન એન્ટર કરવાનો હોતો નથી તેની તકેદારી રાખવી આવા કીસ્સામાં આપ નાણાકીય છેતરપીંડીનો ભોગ બની શકો છો.
- ટૂંકા સમયગાળા માટે લોન આપવાનુ જણાવતી ઈન્સટન્ટ લોન એપ ડાઉનલોડ કરવાનુ ટાળો.
► ટુંક સમયમાં પૈસા કમાવવા માટે ટેલિગ્રામ ચેનલોમાં આપવામા આવતા ટાસ્ક પુરા કરી પૈસા કમાવવાના કિસ્સામાં આપ નાણાકીય છેતરપીંડીનો ભોગ બની શકો છો.
- ટેલીગ્રામ પર અલગ-અલગ ચેનલોથી વિવિધ પ્રકારની લીંક મોકલી તેમા એડ કરીને અલગ-અલગ પ્રકારની એપ્લીકેશન (APK FILE) ડાઉનલોડ કરાવી ખાતામા પૈસા જમા થાય છે તેવા સ્કીનશોટ/ફોટાઓ લઈને ગુપમા મુકવામા આવે છે.જેથી વિશ્વાસ કેળવી અલગ-અલગ પ્રકારના ટ્રાન્ઝેકશન કરાવડાવી ગબનનારના પૈસા કપાઇ જતા હોય છે અને આ પૈસા આ એપ્લીકેશનમા જમા થતા હોઇ તે વીડ્રોવલ કરી શકાતા નથી જેથી વર્ક ફ્રોમ હોમ,નોકરી, શેર- બજારમા રોકાણ, ક્રીપ્ટો કરન્સી, સસ્તી ચીજવસ્તુ કે અન્ય કોઇ પણ રીતે નાણાકીય લાભ આપવા બાબતે આવતી કોઇ પણ લીંક ટચ કરીને બેંક લગત કોઇ પણ માહીતી ભરવી નહી કે એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહી. આવા કિસ્સામા આપ નાણાકીય છેતરપીંડીનો ભોગ બની શકો છો.
- સાયબર ઠગીયા દ્વારા ખોટા પોલીસ અધિકારી/કસ્ટમ અધિકારી/સીબીઆઈ અધિકારી કે અન્ય કોઇ સરકારી એજન્સી તરીકેની ઓળખ આપી તમને તમારા નામના ડોક્યુમેંટ/પાર્સલ કે અન્ય કોઇ ચીજ વસ્તુ મળી આવેલ છે કે તમારા દિકરા/દિકરી ડ્રગ્સ સાથે પકડાયેલ છે તેવુ જણાવી ડરાવી ધમકાવી વિડીયોકોલના માધ્યમથી ડિજીટલ એરેસ્ટ કરી પૈસા માંગણી કરવામાં આવે છે. જેથી આવા કિસ્સામાં કોઇ નાંણાકીય વ્યવહાર કરવો નહી અને તાત્કાલીક નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરવો.
“સાયબર ક્રાઈમથી બચવા માટે સાવચેતી એ જ સલામતી”
ભોગબનનારે કરવાની કાર્યવાહી
- તમો ઓનલાઇન ફ્રોડનો ભોગ બનો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર – ૧૯૩૦ પર કોલ કરવો. તેમજ નજીકના પોલીસ સ્ટેશન/સાયબર સેલ શાખાનો સંપર્ક કરવો અને તમારા ફ્રોડ થયેલ બેંક ખાતાની સંપર્ણ વિગતો આપવી.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
