સાબરકાંઠામાંથી 3.48 લાખનો દારૂ ઝડપાયો : દારૂની ગાડીનું પાયલોટિંગ કરવામાં પોલીસ કોન્સ્ટેબલનું નામ સામે આવ્યું?

daru2

copy image

copy image

અરવલ્લી બાદ હવે સાબરકાંઠામાં ઝડપાયેલા વિદેશી દારૂમાં પોલીસ કોન્સ્ટેબલનું નામ સામે આવ્યું હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સાબરકાંઠા પોલીસના નાક નીચે SMCની ટીમે પ્રાંતિજ પાસેથી વિદેશી દારૂ પકડ્યો છે.

આ મામલે વર્તુળોમાંથી વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ સાબરકાંઠા ખાતે આવેલ પ્રાંતિજ નજીક આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન SMCની ટીમે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમ્યાન 3.48 લાખની કિમતની વિદેશી દારૂની 1231 બોટલ કબ્જે કરવામાં આવી છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ ગુનાની નોંધાવવામાં આવેલ ફરિયાદમાં દારૂની ગાડીનું પાયલોટિંગ કરવામાં પોલીસ કોન્સ્ટેબલનું નામ સામે આવ્યું છે. આ મામલે તમામ મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.