મોરબી રસ્તા પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં એક ઈસમને બી-ડિવીઝન પોલીસે ઝડપ્યો

રાજકોટઃ જુના મોરબી રસ્તા પર ગિરીરાજ પાર્ટી પ્લોટ નજીક ડિલકસ પાન સામે ઉભો રહી આર્યનગર-૩માં રહેતો ભાવીન મનસુખભાઇ તળાવીયા રોયલ ચેલેન્જર બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચેના આઇપીએલ મેચ પર જૂગાર રમતો હોઇ બી-ડિવીઝનના પી.આઇ. ફર્નાન્ડીઝની રાહબરીમાં પી.એસ.આઇ. ડામોર, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, એભલભાઇ, મનોજભાઇ, કિરણભાઇ, સંજયભાઇ, પરેશભાઇ, કેતનભાઇ, હંસરાજભાઇ સહિતને ઝડપી પાડી રૂ.૧૧,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઈસમ મોબાઇલ ફોનમાં ટેન એક્ષચેન્જ નામની એપ્લીકેશનમાં આઇડી બનાવી સેસન પર રન ફેરમાં દાવ લગાડી સટ્ટો રમતો-રમાડતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *