અમદાવાદમાં કરોડોની ઠગાઈનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

froud

copy image

copy image

અમદાવાદમાં કરોડોની ઠગાઈનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં ઓફિસ ભાડે રાખ્યા બાદ વિઝાનો ધંધો શરૂ કર્યા બાદ નાણાંની જરૂર હોવાનું જણાવ્યા બાદ 1.40 કરોડની છેતરપિંડી આંચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બોડકદેવના 67 વર્ષના જમીન-મકાનના ધંધાર્થી કિરીટ હિમ્મતલાલ ધોળકિયા દ્વારા આ  બનાવ અંગે આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં  આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદ મુજબ કિરિટ ધોળકિયાના પુત્ર અને પુત્રવધુના માલિકી હક્કમાં રહેલી સેટેલાઈટના વિનસ એમેડીઝમાં આવેલી ઓફિસ વર્ષ 2020માં આરોપી ઈશમે વિઝાના કામકાજ માટે ભાડે રાખેલ હતી. ભાડૂઆત તરીકે સંબંધ થયા બાદ ઉછીના પૈસાની માંગ કરી હતી. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, ટૂકડે-ટૂકડે ધંધાના કામ માટે કુલ 1.40 કરોડ રૂપિયા ઉછીના પ્રાપ્ત કરી લીધા હતા.  અને બાદમાં ગ્રીન એવન્યુ ખાતે પોતાની ઓફિસનો કબ્જો આપવાની શરતે તેમજ સાહેદને પાવન રેસીડન્સીનું મકાન નોકરી બાનાખત આપી પાંચ લાખ મેળવ્યા હતા.ઉપરાંત આ મકાન અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવ્યું હતું, બાદમાં આરોપી ઈશમોએ રૂપિયા પરત ન આપી છેતરપિંડી આચરી હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે  આગળની વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-