ભચાઉ અને રાપર વિસ્તારમાં દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્સ મેળવવા સંબંધિત મામલતદારશ્રીની કચેરીએ અરજી કરવાની રહેશે
આગામી દિવાળીના પર્વને અનુલક્ષીને ભચાઉ શહેર અને ગ્રામ્ય તથા રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બહાર ખુલ્લા મેદાનમાં ફટાકડા વેચાણ માટે વહીવટી તંત્ર દ્વારા હંગામી લાયસન્સ ઈશ્યૂ કરવામાં આવનાર છે. જેઓ ફટાકડા વેચાણ માટેનું હંગામી લાયસન્સ મેળવવા માંગતા હોય તેઓએ વિસ્તારની સંબંધિત મામલતદારશ્રીની કચેરીએ અરજી કરવા જણાવાયું છે.
આ માટે મામલતદાર કચેરી, ભચાઉ કે મામલતદાર કચેરી, રાપર ખાતેથી નિયત અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે. અરજદારોએ આ ફોર્મ સાથે નિયત નમૂનાનું સોગંદનામું, નિયત સ્ક્રુટીની ફી અને લાયસન્સ ફીના ચલણ સાથેની સંપૂર્ણ વિગતો દર્શાવતી ધોરણસરની અરજી તૈયાર કરવાની રહેશે.
આ તૈયાર કરેલી અરજી મામલતદાર કચેરી, ભચાઉ અને મામલતદાર કચેરી, રાપર ખાતે આગામી તા. ૨૬/૧૦/૨૦૨૬ સુધીમાં કચેરીના કામકાજના સમય દરમિયાન જમા કરાવવાની રહેશે. નિયત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ એટલે કે તા. ૨૬/૧૦/૨૦૨૬ પછી આવેલી કોઈપણ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. જેની તમામ લોકોએ નોંધ લેવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને મદદનીશ કલેક્ટર ભચાઉની અખબારી યાદીમાં જણાવાયું છે.