મુંદ્રા પોર્ટમાંથી નીકળી ગયેલ રૂા. બે કરોડનો સોપારીનો જથ્થો તુગલખાબાદ આઇસીડીમાં કરાયો કબ્જે
copy image

મુંદ્રા પોર્ટમાંથી આબાદ નીકળી ગયેલ રૂા. બે કરોડની સોપારીને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત ગુરુવારના રાત્રીના સમયગાળા દરમ્યાન આધારભૂત રીતે મળતી માહિતી મુજબ દુબઇથી આયાત કરવામાં આવેલ અને મુંદ્રા પોર્ટમાંથી પસાર થયેલા ત્રણ કન્ટેનરને તુગલખાબાદ આઇસીડીમાં કબ્જે કરી લેવામાં આવેલ છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે પૂર્વ બાતમીના આધારે જામનગર ડીઆરઆઇએ આ કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આ ત્રણેય કન્ટેનર દુબઇથી રવાના થઇ મુંદ્રા પોર્ટમાં ઊતરીને રેલવે માર્ગે તુગલખાબાદ ખસેડાયા હતા, જ્યાં તપાસ કરતાં ત્રણ કન્ટેનરમાંથી 35 ટન સોપારી મળી આવેલ હતી. જ્યારે તુગલખાબાદના આયાતકાર દ્વારા પ્રોસેસ રબર ઓઇલ હોવાનું દર્શાવ્યું હોવાનું સામે આવ્યું છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
