તુણા પોર્ટ રેલવે લાઈનમાંથી 4.50 લાખની કિંમતના કોપર કેટેનરી વાયરની તસ્કરી થતાં ફરિયાદ નોંધાઈ

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ તુણા પોર્ટ રેલવે લાઈનમાંથી 4.50 લાખની કિંમતના કોપર કેટેનરી વાયરની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ચોરીનો આ બનાવ ગત તા. 10/1ના સાંજથી બીજા દિવસ સવાર સુધીના સમયગાળા દરમ્યાન બન્યો હતો. આ મામલે  એનરિંચ આર.ડી. ઈન્ફ્રા પ્રોજેક્ટ પ્રા. લિ.ના મેનેજર દ્વારા પોલીસ મથકે નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર ચોર ઈશમો રેલવે લાઈનમાં થાંભલા પર લાગેલા કિંમત રૂા. 4.50 લાખના કોપર કેટેનરી વાયર  અંદાજિત 400 મીટરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે આરોપી ઈશમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-