દીકરીના લગ્ન પ્રસંગે મહેમાનોને લઈ આવતા બાપને નડ્યો અકસ્માત : ટ્રક તળે ચગદાઈ જતાં ઘટનાસ્થળ પર કમકમાટીભર્યું મોત
copy image

નખત્રાણામાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં 64 વર્ષીય નરેન્દ્રભાઇનું ટ્રક તળે આવી જતાં ઘટનાસ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજયું છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગીની દીકરીનાં 15 દિવસમાં લગ્ન હતાં. આ પ્રસંગે આવતા મહેમાનોને લઇ આવતાં નરેન્દ્રભાઇ ત્રંબકલાલ મહેતા વથાણ ચોકમાં એક્ટિવાથી જઈ રહ્યા હતા તે દરમ્યાન રસ્તા પરના ખાડામાં વાહન સ્લીપ થતાં પાછળથી કોટડા બાજુથી આવતી ટ્રક તળે ચગદાઇ જતાં ઘટના સ્થળ પર જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. વધુમાં જાણવા મળી રહ્યું છે કે હતભાગીને સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયા હતા.બનાવને પગલે રસ્તા પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. ઘટના સ્થળે પોલીસ તંત્રે દોડી જઇ અકસ્માતના પગલે ઉશ્કેરાયેલા લોકોના ટોળાંને કાબૂમાં લીધું હતું. આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
