રાજકોટના જેતપુરમાં સાડી ઉદ્યોગના પ્રિન્ટિંગ મશીનમાં હાથ આવી જતાં યુવાને જીવ ગુમાવ્યો

copy image

copy image

રાજકોટ ખાતે આવેલ જેતપુરમાં સાડી ઉદ્યોગના પ્રિન્ટિંગ મશીનમાં હાથ આવી જતાં યુવાને જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટના જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં શિવમ ટેક્સટાઈલ નામના યુનિટમાં કામ કરતાં અભિલાષ પટેલ નામના યુવાનનો હાથ સાડીના પ્રિન્ટીંગ મશીનમાં આવી ગયો હતો. બનાવને પગલે અન્ય સાથી કારીગરોએ  તાત્કાલિક મશીન બંધ કરીને તેને ખેંચીને બહાર કાઢ્યો હતો. આ બનાવમાં યુવકનો એક હાથ કોણીએથી કપાઇ ગયો હતો ઉપરાંત છાતીનો ભાગ દબાઈ જવાથી તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. બનાવને પગલે સ્થાનિક પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-