અંજારના ભીમાસરમાંથી દારૂનો જથ્થો કરાયો કબ્જે : આરોપી ફરાર

copy image

copy image

  અંજાર તાલુકાના ભીમાસરમાંથી દારૂનો જથ્થો પોલીસે પકડી પાડેલ છે. પરંતુ આરોપી શખ્સ પોલીસની પકડથી દૂર હતો. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  ભીમાસર ગામના ચોકમાં હોલ માતાનાં મંદિર નજીક આવેલ રૂમમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ સ્થળ પર દરોડો પાડી અને અહીથી 750 એમ.એલ.ની બોટલ 16 કિંમત રૂા. 10,256નો દારૂ કબ્જે કર્યો હતો. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-