અંજાર પો.સ્ટે.ના પ્રોહીબીશનનાં ગુના કામે છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પુર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના આધારે પોલીસ ઈન્સપેક્ટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ નાસતા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે અંજાર પો.સ્ટે.ના પ્રોહીબીશનનાં ગુના કામે છેલ્લા બે વર્ષથી નીચે જણાવ્યા મુજબના નાસતા ફરતા આરોપીને ગાંધીધામ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.
પકડાયેલ નાસતા ફરતા આરોપીનું નામ-
લીખમારામ ઉર્ફે લખમારામ સ/ઓ વિરમારામ કડવાસા ઉ.વ. ૨૫ રહે. પનોરીયા માંડવા તા.સેડવા જી.બાડમેર (રાજસ્થાન)
શોધાયેલ ગુનો
અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૧૦૬૧/૨૩ પ્રોહી.ક.૬૫એ,ઇ,૧૧૬બી વિગેરે
આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
