રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકીંગ કરી કોમ્બીંગની કામગીરી કરતી રાપર તથા ભચાઉ ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ જીલ્લાના ભચાઉ ડીવીઝનમાં આવેલ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા તેમજ એચ.એસ/એમ.સી.આર તથા જાણીતા જુગારી ચેક કરવા તેમજ મકાનભાડુઆત ચેક કરવા તથા સંવેદનશીલ વિસ્તારોમાં અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સરપ્રાઈઝ કોમ્બીંગ કરવા સુચના આપેલ હોય જે સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ નાઓના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ભચાઉ ડીવીઝનની અલગ અલગ ટીમો બનાવી રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમા ના.પો.અધિ-૦૧, પોલીસ ઈન્સપેક્ટર-૦૧, પોલીસ સબ ઈન્સ.-૦૬, પોલીસ કર્મચારીઓ-૭૨ કુલ-૮૧ પો.અધિ./કર્મચારીઓ સાથે મળી લાઠી, વ્હીસલ, હેલ્મેટ તથા ટોર્ચ લાઇટ જેવી પુરતી સાધન સામગ્રી સાથે રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ તા.૨૦/૦૧/૨૦૨૫ ના કલાક-૧૮/૦૦ થી ક.૨૩/૦૦ વાગ્યા સુધી અસરકારક કોમ્બીંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અલગ અલગ ટીમો દ્વારા કુલ-૪૪ જેટલા ગામો/વાંઢોમાં સઘન સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરી અગાઉ પ્રોહીબીશન તેમજ ચોરી વિગેરે જેવા અલગ અલગ ગુન્હામાં પકડાયેલ ઇસમોના મકાન ચેક કરી તેમજ વાહન ચેકીંગ કરી નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-