અંજારમાંથી જાહેરમાં આંકડો લેતો શખ્સ ઝડપાયો
copy image

અંજાર શહેરમાં જાહેરમાં આંકડા લેતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના સવાસર નાકા વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. અહી રમેશ વાઘજી ઠક્કર નામનો શખ્સ સવારના સમયે જાહેરમાં લોકો પાસેથી આંકડા લઈ રહ્યો હતો, તે દરમ્યાન અચાનક ત્રાટકેલી પોલીસે આ ઈશમને દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
