બંદૂક સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર શખ્સ વિરુદ્ધ કાર્યવાહી

અંજાર શહેરમાં બંદૂક સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર શખ્સની અટક કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2021માં અંજારમાં રહેનાર શખ્સે પોતાની ઈન્સ્ટ્રાગ્રામની આઈ.ડી. પર બંદૂક સાથેનો ફોટો અપલોડ કરેલ તેમજ સમાજમાં ભય પેદા કરવાની કોશિશ કરવામાં આવેલ હોવાનું સામે આવતા આ શખ્સને પોલીસ મથકે બોલાવાયો હતો અને બંદૂક બાબતે પૂછતા તે બંદૂક પોતાના મામાની હોવાનું તપાસ દરમ્યાન સામે આવ્યું હતું. ત્યારે બંને સામે જુદી-જુદી કલમો તળે ગુનો નોંધી બંનેને હીરાસતમાં લેવામાં આવેલ હતા ઉપરાંત આ અંગે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-