મહેમદાવાદથી અમદાવાદ પાસે એટીએમમાં ત્રાટકેલા તસ્કરોએ 8 લાખની મતાની ચોરી કરી

મહેમદાવાદ શહેરથી અમદાવાદ તરફ જવાના રસ્તે ખાત્રજ ચોકડી નજીક મધ્યરાત્રિના અરસામાં ત્રાટકેલા તસ્કરોએ એટીએમ મશીનને કટરથી કાપીને તેમાંથી રૂ.૮.૦૪ લાખની તસ્કરી કરી ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે. રાત્રીના અરસામાં થયેલ તસ્કરીની ઘટના અંગે સવારે પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસ સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેનો કાફલો ઘટનાસ્થળ પર પહોચી ગયો હતો. સમગ્ર ઘટના અંગે ફરીયાદ દાખલ કરી પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે. નડિયાદ શહેરમાં ઘરફોડ તસ્કરીઓથી પોલીસને હંફાવતા તસ્કરોનો ત્રાસ ઓછો થયા બાદ મહેમદાવાદની ખાત્રજ ચોકડી પર થયેલ તસ્કરીની ઘટનાએ સમગ્ર જિલ્લાની પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. મહેમદાવાદ શહેરથી અમદાવાદ તરફ જવાના રસ્તે ખાત્રજ ચોકડી તરફ એસબીઆઇનું એટીએમ આવેલ છે. જ્યા ગત રાત્રીથી રવિવાર સવાર સુધીના અરસામાં કોઇપણ સમયે કોઇ અજાણ્યા તસ્કરો શખ્સોએ એટીએમમાં ગેરકાયદેસર પ્રવેશ કરી પતરૂ કાપી તેમાંથી રૂ.૮.૦૪ લાખની તસ્કરી કરી ફરાર થઇ જતા મહેમદાવાદ પોલીસની ઉંઘ હરામ થઇ ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *