જવાહરનગરમાં ટ્રક અને ટ્રેકટર વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં એકનું મોત એક ઘાયલ

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ જવાહરનગરમાં ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાનનું મોત નીપજયું છે, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ બન્યો છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જવાહર નગરમાં રહેનાર ગોલુ બારિયા તથા જીતુન ટ્રેકટર લઇને ગળપાદરના નાગેશ્વર પ્લોટ ગયેલ હતા જ્યાથી પોતાનું કામ પતાવી ટ્રેકટરમાં જઈ રહ્યા હતા તે દરમ્યાન ભચાઉ-ગાંધીધામ માર્ગ પંચરત્ન માર્કેટ નજીક પહોંચતા ટ્રકના ચાલકે આ ટ્રેકટરને હડફેટે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજાઓને પગલે ગોલુ નામના યુવાનું મોત નીપજયું હતું તેમજ જીતુનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-