હોટલ મધુવન વરતેજ નજીક જુગાર રમતા ચાર ઇસમો પકડાયા

લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમના માણસો સાથે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન શક્તિસિંહ ગોહિલ તથા સત્યજીતસિંહ ગોહિલને સંયુક્ત બાતમીરાહે હકિકત મળેલ કે, વરતેજ ગામ,મધુવન હોટેલ પાસેના ખાંચામા,અંબુજા સિમેન્ટ ના ગોડાઉન નજીક આવેલ હનુમાનજીની દેરી નજીક જાહેરમાં અમુક ઇસમો મોબાઇલ ફોનની લાઇટ વતી ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તીનો હારજીતનો જુગાર રમે છે. જે હકિકત આઘારે સ્ટાફનાં માણસોએ દરડો કરતાં જાહેરમાં ગોળ કુંડાળું વળી મોબાઇલની લાઇટનાં અંજવાળે ચાર ઇસમો ગંજીપતાનાં પાના-પૈસા વતી તીનપત્તીનો જુગાર રમતાં મળી આવેલ. સુનિલભાઇ દિનેશભાઇ નાકીયા ઉ.વ.૩૪, પિયુષભાઇ ચંદ્રકાંતભાઇ પારેખ ઉ.વ.૪૮, હરેશભાઇ ભરતભાઇ જેઠવા ઉ.વ.૪૨, રણજીતસિંહ બહાદુરસિંહ સરવૈયા ઉ.વ.૫૫વાળા પાના-પૈસા વડે તીનપત્તીનો જુગાર રમતા મળી આવેલ. ચારેય ઇસમો જાહેરમાં મોબાઇલ ફોનની લાઇટના અંજવાળે ગંજીપતાનાં પાનાં વડે પૈસા વતી હારજીત તીનપત્તીનો જુગાર રમી-રમાડતા ગંજીપતાનાં પાના-૫૨ રોકડ રૂ.૨૯,૧૪૦,મોબાઇલ નંગ-૦૫ કુલ રૂ.૩૫,૧૪૦ નાં મુદ્દામાલ સાથે ઝડપાઇ જતા બધા સામે જુગારધારા કલમ મુજબ વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધણી કરાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *