‘તરસ્યા’ અમરેલીની પ્યાસ બુજાવવા માટે જઈ રહેલી દારૂની એક હજાર પેટીઓ DGP સ્કવોર્ડે ઝડપી

બોરસદ દારૂબંધીના નામે ગુજરાતમાં 1960થી નાટક નાટક રમાઇ રહ્યુ છે. ગુજરાત પોલીસ રોજ લાખોની કિમંતનો દારૂ ઝડપે છે. આમ છતાં કરોડોનો દારૂ ગુજરાતમાં પગ કરી જાય છે. ગુજરાતમાં ચૂંટણી હોવાને કારણે કડક નાકાબંધીઓને કારણે દારૂના ભાવ ઉંચા ગયા હતા, પણ ફરી નાકાબંધી હળવી થતાં ગુજરાતના પડોશી રાજ્યોમાંથી ફરી દારૂ ઠલવાઈ રહ્યો છે. રવિવારની રાત્રિના અરસામાં મહારાષ્ટ્રથી ગુજરાત એક ટ્રેલર દારૂ ભરી આવી રહ્યુ છે તેવી જાણકારી સ્ટેટ વિજીલન્સ સ્ક્વોડને મળતા બોરસદ પાસે આંતરવામાં આવેલા ટ્રેલરમાં એક હજાર પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ દારૂની કિમંત 36 લાખ રૂપિયા થાય છે. ગત રાત્રીના અરસામાં સ્ટેટ વિજીલન્સ સ્ક્વોડના અધિકારીઓને જાણકારી મળી હતી કે મહારાષ્ટ્રના નાસીકથી એક 36 વ્હીલવાળુ લાંબુ ટ્રેલર દારૂ ભરી નિકળ્યુ છે. જયારે જાણકારી મળી ત્યારે આ ટ્રેલર વડોદરાના વાસદ પાસેથી પસાર થઈ રહ્યુ હતું. આ જાણકારી મળતા સ્કવોર્ડના અધિકારીઓએ ટ્રેલરને આંતરવા માટે સ્ટાફ અને માણસો સાથે રવાના થયા હતા ત્યારે જાણકારી મળી કે આ ટ્રેલર સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યુ છે, જેના કારણે બોરસદ નજીક વોચ ગોઠવતા આ ટ્રેલર ત્યાંથી પસાર થઈ રહ્યુ હતું ત્યારે તેને આંતરી લેવામાં આવ્યુ હતું. ટ્રેલરમાં તપાસ કરા તેમાં વિદેશી દારૂની એક હજાર પેટીઓ મળી આવી હતી. ટ્રેલરમાં એક માત્ર ડ્રાઈવર હતો તેની પુછપરછમાં જાણકારી મળી કે ટ્રેલર નાસીકથી રવાના થયુ હતું અને અમરેલી જવાનું હતું. અમરેલીમાં દારૂનો કેટલોક જથ્થો ઉતારી તે જુનાગઢ જવાના હતા પણ તે પહેલા પકડાઈ ગયા હતા. સ્કવોર્ડ દ્વારા આ અંગે બોરસદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે. આમ ‘તરસ્યા’ અમરેલીની ‘તરસ’ બુજાય તે પહેલા દારૂ ઝડપાઇ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *