વરસામેડીની ઓરડીમાંથી 1.64 લાખનો દારૂ ઝડપાયો : આરોપી શખ્સો ફરાર

daru2

copy image

copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં એક ઓરડીમાંથી 1.64 લાખનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે, પરંતુ આ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સો પોલીસની પકડથી દૂર હતા. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એલ.સી.બી.ની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વરસામેડીમાં રહેનાર શક્તિસિંહ પરબતસિંહ જાડેજા, મયૂરસિંહ દિલુભા જાડેજા, હરિ મોતી કોળી નામના શખ્સો વરસામેડીથી સુતાસર જતાં પર આવેલ ઓરડી પર દારૂ રાખી તેનું વેચાણ કરી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. બાતમી વાળા સ્થળ પર રેડ પાડી હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન અહીથી દારૂની પેટીઓ નીકળી પડી હતી. એલસીબીની ટીમે અહીથી કુલ રૂા. 1,64,212નો શરાબનો જથ્થો કબ્જે કર્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સો હાજર મળી આવેલ ન હતા. પોલીસે અહીથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-