માંડવી ખાતે આવેલ કાઠડા માર્ગ પરના એક મકાનમાંથી શરાબની 83 બોટલ ઝડપી પાડતી પશ્ચિમ કચ્છ એલસીબી ટીમ
copy image

માંડવી ખાતે આવેલ કાઠડા માર્ગ પરના એક મકાનમાંથી શરાબની 83 બોટલ પોલીસે ઝડપી પાડી છે. પરંતુ આરોપી શખ્સ પોલીસની પકડથી દૂર હતો. આ માળે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છની એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, કાઠડા જતા માર્ગે આવેલા એક મકાનનો કબ્જો ધરવાનાર આરોપી શખ્સે તેમાં વેચાણ અર્થે દારૂનો જથ્થો રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર કાર્યવાહી હાથ ધરી અને આ મકાનમાં રેડ પાડી અને અલગ-અલગ બ્રાન્ડની શરાબની 83 બોટલ કિં. રૂા. 54,118 કબ્જે કરી હતી.હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળી આવેલ ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
