ઢાઢીયા ગામેથી તસ્કરીની બાઇક સાથે ત્રણ ઇસમો પકડાયા

ઝાલોદ તાલુકાના ઢાઢીયા ગામે ખોટી નંબર પ્લેટવાળી ઝાલોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરાયેલી મોટર સાયકલ સાથે એક શખ્સને તેના બે શખ્સો સાથે પકડી પાડયાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત મુજબ ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામના જાંબુડી ફળીયામાં રહેતા નીતિનભાઇ નનાભાઇ ડોડીયા ઢાઢીયા ગામે રસ્તા પર પોતાના કબજાની તસ્કરીની ગીડમાં ઝડપાઇ જવાના ડરથી બચવા માટે મધ્યપ્રદેશના બાલવાસા ગામના દીલીપ માનુ પારગી તથા રમેશ દોલા કિશોરીની સાથે મળી ખોટી આરટીઓ નંબર પ્લેટ લગાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી પોતે કરેલ વાહન તસ્કરીઓમાંથી પોતાની ખોટી ઓળખ આપી પોતાની સાચી ઓળખ આપી પોલીસને ગેરમાર્ગે દોરવાની કોશીશ કરતા ત્રણે જણા પેટ્રોલીંગ દરમિયાન પોલીસના હાથે પકડાઈ ગયા હતા. ત્રણેને પોલીસ સ્ટેશને લાવી સઘન પુછપરછ હાથ ધરતાં ઝડપાયેલી ખોટી નંબર પ્લેટવાળી મોટર સાયકલ ઝાલોદ પોલીસ સ્ટેશનના બાઇક તસ્કરીના ગુનામાં ચોરાયેલી હોવાનું જાણવા મળ્યું હતું. આ સંબંધે ઝાલોદ પોલીસ સ્ટેશનના હેડકોન્સ્ટેબલ સુભાષભાઇએ ઝાલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *