જસદણ પંથકમાંથી યુવતીના અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી પકડાયો

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક એચ.એમ.જાડેજા ગોંડલ વિભાગનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ તથા અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા આપેલ સુચના અન્વયે જસદણ ઈન્ચાર્જ સીપીઆઈ વી.આર.વાણીયા તથા પીએસઆઈ કે.પી.મેતા આટકોટ પોલીસ સ્ટેશન તથા હેડ કોન્સ્ટેબલ જગતભાઈ તેરૈયા, કોન્સ્ટેબલ નરેશભાઈ રાઠોડ, હિતેષભાઈ, કાળુભાઈ, અલ્પેશભાઈ સીપીઆઈની સુચનાના આધારે કોન્સ્ટેબલ જગતભાઈની બાતમીને આધારે પીએસઆઈ મેતાની કુનેહથી આટકોટમાં વર્ષોથી નાસતો ફરતો આરોપી હિતેષ ડેરવાળીયા, વંભ મકવાણા રહે. ત્રાજપર તા. ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગરવાળાને ઢેઢુકી શાપર તા. સાયલા ગામેથી ભોગ બનનાર સાથે શોધી કાઢેલ છે અને આરોપીઓની ધોરણસર અટકાયત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *