દુધઇમાં એક દુકાનમાં ચોર ઈશમોએ ખાતર પાડ્યું : 2.95 લાખની મત્તા પર હાથ સાફ કરી થયા ફરાર

copy image

copy image

દુધઇમાં આવેલ એક દુકાનમાં ચોર ઈશમોએ ખાતર પાડ્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે જાણવા મળી રહ્યું છે કે અહીથી નરાધામો કુલ 2.95 લાખની મત્તા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા છે.  આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ શહેરના ભાવેશ્વરનગરમાં રહેનાર શશિકાંત રતિલાલ સાતુંદા નામના વૃદ્ધ જૂની દુધઇ ગામમાં બસ સ્ટેન્ડ નજીક યુગ મોબાઇલ એન્ડ ક્લોથ નામની દુકાન ચલાવે છે.આ બનાવના ફરિયાદી એવા શશિકાંત ગત તા. 23/1ના સાંજે દુકાન બંધ કરી પોતાના ઘરે ગયેલ હતા. બાદમાં બીજા દિવસે તેમને કોઈએ ફોન દ્વારા જાણ કરેલ કે, તમારી દુકાનનાં તાળાં તૂટેલાં છે અને કપડાં દુકાન બહાર ઓટલા ઉપર પડયા છે. આ અંગે જાણ થતાં જ ફરિયાદી તાત્કાલિક પોતાની દુકાન પર પહોંચ્યા હતા. ત્યાં જઈને તપાસ કરતાં દુકાનમાં રહેલ તમામ સરસામાન વેરવિખેર જણાયો હતો. અજાણ્યા ચોર ઈશમોએ આ દુકાનનાં તાળાં તોડી તેમાંથી રોકડ સહિત કુલ રૂા. 2,75,000 અને હિસાબના જૂના ચોપડા એમ કુલ રૂા. 2,95,500ની મતાની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-