આડેસર નજીક માર્ગ ઓળંગી રહેલા આધેડને સરકારી બસે હડફેટમાં મોત

copy image

copy image

આડેસર નજીક માર્ગ ઓળંગી રહેલા એક આધેડને સરકારી બસે હડફેટમાં લેતા તેમનું મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આડેસર નજીક રાધનપુર-સામખિયાળી ધોરીમાર્ગ નજીક આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ગત દિવસે બપોરના સમયે આડેસરમાં રહેનાર આમદ રાઉમા જમીને પગપાળા જઈ રહ્યા હતા.તે દરમ્યાન ધોરીમાર્ગ ઓળંગી સર્વિસ રોડ પર આવતાં હિંમતનગર-અંજાર રૂટની બસએ તેમને હડફેટમાં લેતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં ગંભીર પ્રકારની ઇજાઓના પગલે આ આધેડનું મોત નીપજયું છે. બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.