ભચાઉ નજીક સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો

copy image

copy image

ભચાઉ નજીક એક બાઈકને ટ્રેઈલરે હડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 24/1ના સાંજના અરસામાં ભચાઉના કસ્ટમ સર્કલ નજીક આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કુલદીપસિંહ નવલસિંહ ઝાલા અને તેમની દીકરી ધ્રુવીશાબા બાઇક લઈને જઈ રહ્યા હતા તે દરમ્યાન  પુરપાટ આવતા  ટ્રેઇલરએ આ બાઇકને હડફેટમાં લેતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં પિતા-પુત્રીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેને સારવાર અર્થે લઇ જવામાં આવતા બાળકીને મૃત જાહેર કરવામાં આવેલ હતી. તેમજ કુલદીપસિંહ સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે. આ અંગે ટ્રેઈલર ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-