એક વર્ષ જૂના અપહરણ-દુષ્કર્મના પ્રકરણમાં આરોપી શખ્સ 10 વર્ષ માટે જેલના હવાલે

jail

copy image

copy image

 સૂત્રો જણાવી રહ્યા છે કે એક વર્ષ જૂના અપહરણ-દુષ્કર્મના પ્રકરણમાં આરોપી શખ્સને 10 વર્ષની સખત કેદ અને ચાર લાખનો દંડ ફટકારવામાં આવે છે. આ કેસ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે ગત તા. 25/2/23ના માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જે અનુસાર જેમાં સહઆરોપીઓની મદદથી મૂળ આરોપી ઈશમે ભોગ બનનાર સગીરાનું અપહરણ કરી કારાઘોઘા-બરાયા વિસ્તારમાં વાડી ઉપર મૂકી આવી ત્યાં આરોપી શખ્સે અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે આ કેસમાં તપાસના અંતે પૂરતા પુરાવા હોઇ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવતા કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને તક્સીરવાન ઠરાવી 10 વર્ષની સખત કેદ તથા ચાર લાખના દંડની સજા ફટકારી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-