ધરમપુરમાંથી બંદૂકનું કારખાનું ઝડપાયું, 2 ઈસમની અટકાયત

નવસારી, ધરમપુર નવસારી એસઓજીની ટીમે ધરમપુરના સજનીભરડાથી દેશી બંદૂક બનાવવાનું કારખાનું પકડી પાડી રમણ ખારપડિયા અને શુભમ ગાવિંતને નકલી બંદુક સાથે અટક કરી છે. પોલીસે બંદુક બનાવવા ઉપયોગી સામગ્રીઓ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નવસારી એસઓજીએ આ કેસમાં રેડ માટે વલસાડ એસઓજીની મદદ લીધી હતી. દક્ષિણ ગુજરાતમાં બંદૂક બનાવવાની સામગ્રી સાથેનું કારખાનુ પકડાયું હોય તેવી આ પહેલી જ વખત ઘટના પ્રકાશમાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *