કચ્છના વાગડ ફોલ્ટ લાઈન વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં સતત બીજી વખત ધરા ધ્રુજી
copy image

કચ્છ જિલ્લાના વાગડ ફોલ્ટ લાઈન વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં બીજી વખત ધરા ધ્રુજી ઉઠી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સવારના 9:54 સમયે કચ્છના ભચાઉના એકલ માતાજી મંદિર નજીક 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. અગાઉ રાપર નજીક 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બંને આંચકાની તીવ્રતા માધ્યમ કક્ષાની હોવાના કારણે સ્થાનિક લોકો પર કોઈ અસર જોવા મળી આવી નથી. કચ્છમાં વારંવાર નાના-મોટા આંચકા નોંધાતા રહે છે.