નડિયાદમાંથી નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું : બેની અટક
copy image

ગુજરાતમાં નકલીની બોલબાલા વધી રહી છે ત્યારે નડિયાદમાંથી નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું હોવાનો મામલે સામે આવી રહ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નડિયાદમાં નકલી ચલણી નોટો છાપવાનું કારખાનું ઝડપાયું છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે ખેડા SOG પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પ્રિન્ટર, નકલી ચલણી નોટો છાપવાની સામગ્રી અને 1 લાખ રૂપિયાથી વધુની નકલી ચલણી નોટો સહિતના મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સોની અટક કરી હતી. પોલીસે આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.