વાહન ટ્રાફિકથી અવિરતપણે ભરચક એવા “ચ” રોડ પર જોખમી કટ કામચલાઉ ધોરણે લોખંડના બેરીકેડ વડે બંધ કરી તમામ વાહનો સર્કલ ટુ સર્કલ જવાની વ્યવસ્થા કરાઈ

વાહન ટ્રાફિકથી અવિરતપણે ભરચક એવા “ચ” રોડ ઉપર દરેક સેક્ટરમાંથી આવતા વાહનોને બહાર નીકળી ક્રોસ થવા માટે થઈ બંન્ને વચ્ચે જે રોડ કટ(ગેપ ઈન) આવેલ છે જે તે સમયે આ રોડ કટ વાહનોની અવરજવર અને સવલત માટે બનાવવામાં આવ્યા હતા પરંતુ હાલની પરિસ્થિતિમાં આ કટો અતિશય જોખમી તેમજ જીવલેણ સાબિત થઈ રહ્યા છે કારણ કે હાલની પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ પાસે વાહનો ઉપલબ્ધ હોય મુખ્ય રોડ ઉપર વાહનોની અનેક ગણી સંખ્યા વધીને ચાર ગણી થઈ જવાના કારણે અવર જવર માટેનો આ રોડ કટ ક્રોસ કરતા સમયે પૂરેપૂરો જોખમી તેમજ ટ્રાફીક અડચણો ઊભી કરતા હોવાનુ દેખાય છે આ સમસ્યાના ઉકેલ માટે આજરોજ આ જોખમી કટ કામચલાઉ ધોરણે લોખંડના બેરીકેડ વડે બંધ કરી તમામ વાહનો સર્કલ ટુ સર્કલ એટલે કે બંને તરફના સેક્ટરમાંથી બહાર આવતા તમામ વાહનોને ચ-૨ તેમજ ચ-૩ સર્કલ સુધી લઈ જઈ U ટર્ન સાથે જે તે રુટ ઉપર જવાનુ રહેશે આ વ્યવસ્થાના કારણોસર શરૂઆતમા થોડી ઘણી તકલીફ સ્થાનિક વસાહતીઓ તેમજ વાહન ચાલકોને ભોગવવી પડે તેમ છે પરંતુ કાયમીપણે બનતા અકસ્માત તેમજ અડચણોના બનાવ જરુર અટકાવી શકાય તેમ હોમ હાલ પૂરતા સ્થાનિક વહીવટીતંત્ર તેમજ પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે બંધ કરવામા આવેલ છે રોડ સુરક્ષા સલામતિ તેમજ પરિસ્થિતિને અનુરૂપ આગામી દિવસોમાં વધુ સાનુકૂળ કામગીરી હાથ ધરવામાં આવશે .