“ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ કેબલ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢી આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવુત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબ તથા શ્રી એચ.આર.જેઠી સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જીલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિદાન ગઢવી તથા મહિપાલસિંહ પુરોહિતનાઓ મીલ્કત સબંધી ગુનાઓ શોધવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન વિરેન્દ્રસિંહ જાડેજા તથા શક્તિદાન ગઢવીનાઓને બાતમી હકીકત મળેલ કે, અયુબ કાસમ મમણ રહે નાના વરનોરા તા.ભુજ વાળો તેના મળતીયાઓ સાથે બોલેરો પીકઅપ લોડીંગ ગાડીમાં એલ્યુમીનીયમના વાયરોના ગુચડા ભરી ભીરડીયારા થી ભુજ બાજુ આવી રહ્યા છે અને તેમની પાસે રહેલ એલ્યુમીનીયમના વાયરો ચોરી કે છળકપટથી મેળવેલ છે અને તેઓ આ એલ્યુમીનીયમના વાયરો સગેવગે કરવા માટે ભુજ આવી રહ્યા છે. જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા (૧) અબાસ કાસમ મમણ ઉ.વ. ૨૯ રહે. નાના વરનોરા તા.ભુજવાળો તથા (૨) રફીક સુલેમાન મમણ ઉ.વ. ૨૪ રહે. નાના વરનોરા તા.ભુજવાળો તથા (૩) સુલતાન લતીફ મમણ ઉ.વ. ૨૨ રહે નાના વરનોરા તા.ભુજ વાળાઓ મળી આવતા મજકુર ઇસમોની યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા જાણાવેલ કે, આશરે પંદર વિસ દિવસ પહેલા અમે ત્રણેય ભેગા મળી રજી નં GJ 12 CT 3556 વાળી ગાડી લઈ ભોજરડો ગામની સીમ વિસ્તારમાં રોડની બાજુમાં એલ્યુમીનીયમના વાયરો પડેલ હોઇ તે ચોરી કરી ગાડીમાં ભરીને ત્યા થી થોડા આગળ સીમમાં સતાડેલ અને તે વાયરો આજરોજ ભુજ માં વેચાણ માટે આવી રહ્યા હોવાની હકીકત જણાવેલ જે અંગે ખાવડા પોલીસ સ્ટેશનોમાં ખરાઈ કરતાં નીચે મુજબનો ગુનો દાખલ થયેલ જેથી મજકુર ઇસમોના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરેલ તેમજ મજકુર ઇસમોને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ખાવડા ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

  • મળી આવેલ મુદામાલ

મહીન્દ્રા કંપનીનું પીકઅપ રજી. નંબર GJ 12 CT 3556 કી.રૂ. ૨,૦૦,૦૦૦/-

  • એલ્યુમીનીયમના વાયરોના ગુચડા જેનો વજન આશરે ૪૦૦ કી.ગ્રા., કી.રૂ. ૪૦,૦૦૦/-
  • પકડાયેલ આરોપી
  • અબાસ કાસમ મમણ ઉ.વ. ૨૯ રહે. નાના વરનોરા તા.ભુજ

રફીક સુલેમાન મમણ ઉ.વ. ૨૪ રહે. નાના વરનોરા તા.ભુજ

  • સુલતાન લતીફ મમણ ઉ.વ. ૨૨ રહે નાના વરનોરા તા.ભુજ
  • વણશોધાયેલ ગુના શોધી કાઢેલ

ખવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૦૦૩૨/૨૦૨૫, ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ