સીટી વિસ્તારમાં હેલ્મેટ કાયદાનું અમલીકરણ બાબતે માનનીય મુખ્ય મંત્રીશ્રીને રજૂઆત

જય ભારત સાથે જણાવવાનું કે ગુજરાત રાજ્યમાં ૧૫ ફેબ્રુઆરીથી જે હેલ્મેટનો કાયદો ફરજીયાત કરવા નો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, ત્યારે TWO Wheeler માધ્યમ અને ગરીબ વર્ગના લોકો વધારે ચલાવે છે અને સીટીમાં આ નિયમ લાગુ હોય ત્યારે ૨૫ થી ૩૦ કિલોમીટરની ઝડપે ચાલતી નથી અને ૧૦૦ થી ૨૦૦ મીટર પર સિગ્નલ અને સ્પીડ બ્રેકર આવતા હોય સિગ્નલ ને પણ follow કરવું પડતું હોય છે. હવે ગરમીની સીઝન ચાલુ થઇ ત્યારે આજ નો માનવી લગબગ દવા આધારિત હોય છે કોઈ ને કોઈ બીમારી ધરાવતો હોય છે. તેમાં આ એક હેરાનગતિના વધારામાં હેલ્મેટ પહેરીને ચાર રસ્તા પર ઉભા રહી ને અસહ્ય ગરમીનો સામનો કરવો પડતો હોય છે. જે માનવી ને પોતાના આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. આજે સ્પીડ બ્રેકર-સિગ્નલ ૧૦૦ થી ૨૦૦ મીટર આવતા હોય છે. હવે સ્પીડ બ્રેકરો પર સફેદ પટ્ટા પણ દેખાતા નથી અને અમુક જગ્યા પર હોતા નથી. રસ્તાપર અસખ્ય ખાડા હોય છે ખાડા પર સિગ્નલો પણ મુકાતા નથી, અને સામાન્ય ગરીબ વર્ગ તેનો ભોગ બને છે. તેમજ રસ્તા પર અસખ્ય દબાણો હોય, ગેરકાયદેસર પાર્કિંગ જે તે જગ્યા પર થતા હોય, જેનું કોર્પોરેશન અને પોલીસ અધિકારી આ બાબતે કઈ કરતુ નથી. આ કાયદો મારી ગણતરીએ મધ્યમ અને ગરીબ વર્ગ માટે અમાનુષી બની શકે છે. હેલ્મેટ ફરજિયાત હોવા જોઈએ કે જ્યાં હાઇવે પર ૫૦ કિલોમીટર ની ઝડપે ગાડી ચાલતી હોય ત્યાં સ્વબચાવ માટે પહેરવું ફરજિયાત અને જરૂરીપણ છે. કોઇપણ કાયદો નો નિયમ પ્રજાની સુરક્ષા અને સુખાકારી માટે હોય ત્રાસ આપતો ન હોવો જોઈએ એવું મારું માનવું છે. ખાડાઓ ગેરકાયદેસર પાર્કિંગ આ બધું આડેધડ થતું હોય છે જેથી કરી ને આપને મારી નમ્ર વિનંતી. છે આ હેલ્મેટનો નિયમ મધ્યમ અને ગરીબ વર્ગ ને રાહત આપવી જોઈએ.

આભાર સહ,

નકલ રવાના:-

ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ – શ્રી સી.આર.પાટીલ

ગુજરાત રાજ્યના ગૃહમંત્રી – શ્રી હર્ષભાઈ સંઘવી

સુરત શહેર પોલીસ કમિશ્નર – શ્રી અનુપસિંગ ગહેલોટ

આપનો વિશ્વાસુ

ધીરુ ગજેરા, માજી ધારાસભ્ય.

Address: 43,44, kantareshwar soci., Kataragam Road, surat.395004