માદક પદાર્થ ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડી એન.ડી.પી.એસ. એકટ હેઠળ કાર્યવાહી કરતી માધાપર પોલીસ

હાલમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજય ગાંધીનગરનાઓ દ્વારા માદક પદાર્થોના સેવનની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા તેમજ માદક પદાર્થના સેવન અને હેરફેર, વેપારની પ્રવૃતીને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અનવ્યે પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા, સાહેબ, સરહદી રેન્જ તથા શ્રી વિકાસ સુડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ એન.ડી.પી.એસ.ની પ્રવ્રુતી કરનાર ઇસમો વિરૂધ્ધ કડક અને કાયદાકીય કાર્યવાહી કરવા સુચના-માર્ગદર્શન આપેલ હોય.

જે અનુસંધાને આજરોજ પોલીસ હેડ કોન્સ. પરમવીરસિંહ કે. ઝાલા નાઓને સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળેલ કે, અંજાર તરફથી ભુજ આવતી એક પ્રાઇવેટ લકઝરી બસ માં એક ઇસમ માદક પદાર્થના જથ્થા સાથે માધાપર ચોકી સર્કલ પાસે આવેલ હોટલ કચ્છ એલીગન્સ પાસે ઉતરેલ છે જે એન.ડી.પી.એસ.ની બાતમી આધારે માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટરશ્રી ડી.એમ.ઝાલા નાઓએ પો.સ્ટે. હાજર અધિકારી તથા કર્મચારીઓને વાકેફ કરી જે બાબતે વર્ક આઉટ કરી બાતમી વાળી જગ્યાએ પહોચીને બાતમીમાં જણાવેલ વર્ણન વાળા ઇસમની શોધખોળ કરતા મજકુર ઇસમ મળી આવતા તેને પકડી એન.ડી.પી.એસ. એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી :-

મહાદેવ જયેશભારથી ગોસ્વામી ઉ.વ.૩૨ રહે. ગણેશ ચોક, જેષ્ઠાનગર ભુજ

કબજે કરેલ મુદામાલ:-

(૧) માદક પદાર્થ ગાંજો ૧૫૨.૫-ગ્રામ કિ.રૂ.૧૫૨૫/-

(૨) સેમસંગ કંપનીનો મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦૦/-

કુલ મુદામાલ:- કિ.રૂ.૬૫૨૫/-

આરોપીનો ગુનાહીત ઇતીહાસ:-

(૧) ભુજ શહેર બી.ડીવી. પો.સ્ટે ગુ.ર.ન. ૧૯૯૪/૨૦૨૧ એન.ડી.પી.એસ. એકટ કલમ-૮(સી). ૨૦(બી), ૨૯ મુજબ

(૨) ભુજ શહેર બી.ડીવી. પો.સ્ટે ગુ.ર.ન. ૨૧૪૨/૨૦૨૦ જુગાર ધારા કલમ-૧૨ તથા આઇ.પી.સી. કલમ-૧૮૮, ૨૬૯, ૨૭૦ મુજબ

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-

ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર, ડી.એમ.ઝાલા તથા પો.સબ.ઇન્સ વી.જી.પરમાર તથા પોલીસ હેડ કોન્સ. પરમવીસિંહ કે.ઝાલા તથા ભગીરથસિંહ એ.જાડેજા તથા નારણભાઇ એમ.ગઢવી તથા ભરતભાઇ સી.ગૌસ્વામી તથા કાનાભાઈ એચ.રબારી તથા પો.કોન્સ. કલ્પેશભાઈ કે.કોડીયાતર તથા રામજીભાઈ કે.બરારીયા નાઓ જોડાયેલ હતા.