વડોદરા ખાતે આવેલ સાવલીમાં ચાલુ ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

વડોદરા ખાતે આવેલ સાવલીમાં ચાલુ ટ્રકમાં અચાનક આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વડોદરાના સાવલી રોડ પર અંકુર કંપની નજીક આ બનાવ બન્યો હતો. અહી સાવલીથી રેડમિક્સ ભરી કરજણ ખાલી કરવા જઈ રહ્યા હતા તે સમયે ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. જાણવા મળી રહ્યું છે કે ટ્રક ડ્રાઈવર અને ક્લીનર સમય રહેતા ટ્રકમાંથી કૂદી પડતાં તેમનો બચાવ થયો છે. બનાવને પગલે ભારે ટ્રાફિકજાંના દ્રશ્યો જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ થતાં ફાયરબ્રિગેડની ગાડી રસ્તા ઘટના સ્થળે દોડી આવી હતી  અને સમસ્ત પરિસ્થિતી પર કાબૂ  મેળવાયો હતો.