હાજાપર નજીક બાઈક પર સવાર દંપતીને છકડાએ ટક્કર મારતાં 35 વર્ષીય મહિલાનું મોત
copy image

હાજાપર નજીક બાઈક પર સવાર દંપતીને છકડાએ ટક્કર મારતાં 35 વર્ષીય મહિલાનું મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના વરલીના જીતુભાઈ ડાયાભાઈ મકવાણા અને તેમના પત્ની ગીતાબેન બાઈક પર પરત ઘરે આવી રહ્યા હતા તે દરમ્યાન હાજાપર નજીક પહોંચતા તેમની મોટરસાઈકલને પાછળથી છકડા ચાલકે ટક્કર મારતાં બાઈક પાછળ બેઠેલા ગીતાબેનને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલ આ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ અંગે વગળની વધુ તપાસ આરંભી છે.