રાપર ખાતે આવેલ બામણસરમાં ટાવર પરથી પટકાતાં શ્રમિકનું મોત
copy image

રાપર ખાતે આવેલ બામણસરના સીમ વિસ્તારમાં ટાવર પર કામ કરતી વેળાએ પડી જવાના કારણે એક યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બામણસરના સીમ વિસ્તારમાં પાવરગ્રીડ કંપનીના ટાવર પર હતભાગી કામ કરી રહ્યો હતો તે સમયે ઉપરથી નીચે પટકાતાં ગંભર ઇજાઓના પગલે તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.