વાયોરમાં 24 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

વાયોરમાં મધ્યપ્રદેશના 24 વર્ષીય કમલેશ મોહર નામના યુવાનએ ગળે ફાસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વાયોરમાં અલ્ટ્રાટેકની લેબર કોલોનીની ઓરડીમાં આ બનાવ બન્યો હતો. છ-સાત દિવસ પૂર્વે જ પોતાના વતન મધ્યપ્રદેશથી અહીં કામ અર્થે આવેલ હતભાગી યુવાનએ કોઈ અકળ કારણે ગળે ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં જ તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ આરંભી છે.