સુરતમાં હેલ્મેટ વગર વાહન ચલાવનાર ચાલકો માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ
copy image

સૂત્રોમાંથી માહિતી મળી રહી છે કે, સુરતમાં હેલ્મેટ ફરજિયાત કરી દેવાયું છે. ત્યારે આ કાયદાનું પાલન ન કરનાર શખ્સોને દંડ ફટકારવામાં આવે છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, કાયદો તોડનારને દિવસે તો દંડ કરવામાં આવે જ છે. પરંતુ કેટલાક વાહનચાલકો રાત્રે હેલ્મેટ વગર નીકળે છે ત્યારે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં પકડાયેલ વાહનચાલકોને દંડ ફટકારવામાં આવેલ હતો.