ગાંધીધામની શિક્ષિકા પાસેથી ડિજિટલ અરેસ્ટના નામે રૂા.15.50 લાખ પડાવી લેવાયા : બે ઈશમો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

copy image

ગાંધીધામની શિક્ષિકા સાથે  ડિજિટલ અરેસ્ટના નામે રૂા.15.50 લાખની છેતરપીંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામમાં ખાનગી  શાળામાં શિક્ષિકા તરીકે કામ કરનાર કાન્તાબેન નરેશભાઈ સોલંકી દ્વારા આ મામલે બે અજાણ્યા આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર ગત તા.6/2થી તા.18/2ના સુધીના સમયગાળા દરમ્યાન આ બનાવ બન્યો હતો. અજાણ્યા શખ્સે તેમને વોટસએપ માધ્યમ પર સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટ મુંબઈવાળો મેસેજ કાર્યો હતો. બાદમાં વીડિયો કોલ કરેલ હતો જેમાં પોલીસની વર્ધીમાં બેઠલા શખ્સે પોતે મુંબઈ પોલીસમાં હોવાનું જણાવ્યું હતું. બાદમાં આ શખ્સે ફરિયાદીને કહેલ કે, તમારા ઉપર મની લોન્ડરીંગનો કેસ થયેલ છે. તમારા નામે કેનેરા બેંક મુંબઈમાં ખાતું ખુલેલ છે, જેમાં મની લોન્ડરીંગના રૂા.25 લાખ આવેલ છે. તેમજ હજુ પણ બે કરોડ આવવાના છે. ઉપરાંત મની લોન્ડરીંગ કરનારને પકડવામાં આવેલ છે. બાદમાં આરોપી શખ્સોએ ફોરેન એક્ષચેન્જ એકટ અને મની લોન્ડરીંગ  એકટ સહિતના લખાણ સાથેનો ધરપકડ ઓર્ડર અને અન્ય એક કાગળમાં ફિઝીંગ ફંડ કન્ટ્રોલ ઓર્ડર પણ મોકલાવેલ હતો. બાદમાં તેમની પાસે જેટલી મિલકત હશે તેટલી  રકમ નાખવા જણાવ્યુ હતું. મની લોન્ડરીંગના આવેલ રકમના સિરીયલ નંબર આર.બી.આઈ. દ્વારા તપાસ  કરવામાં આવેશે જેમાં તમારા પૈસાના  સિરીયલ નંબર મેચ નહીં થાય તો તમારા પૈસા પરત મળી જશે તેવું જણાવ્યુ હતું.

વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, આ ઠગબાજોએ ફરિયાદી અને તેમના પતિને માનસિક ત્રાસ આપ્યો તેમજ સુપ્રીમ કોર્ટના  નામનો ખોટા લેટરપેડનો ઉપયોગ કરી જુદા જુદા સમયે અલગ અલગ ખાતા નંબરોમાં વિભિન્ન ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂા.15.50 પડાવી લીધા હતા. પોલીસની ખોટી ઓળખ આપી  અન્ય મની લોન્ડરીંગના ભારે ગુન્હામાં ઓનલાઈન અરેસ્ટના નામે જબરદસ્તી મસમોટી રકમ પડાવી લઈ ફરિયાદીના પુત્રનુ અપહરણ કરવાની ધમકી પણ આપેલ હોવાનુ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પોલીસે અજાણ્યા આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી છાનબીન શરૂ દીધી છે.